મોરબી : માળિયા ફાટકથી જાંબુડિયા સુધી દરરોજના ટ્રાફિકજામથી વાહનચાલકો ત્રાહિમામ

- text


 

મોરબી : મોરબીમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી છે. ખાસ કરીને સાંજ સમયે અનેક મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો રોજિંદા જોવા મળે છે. તેમાં પણ માળિયા ફાટકથી જાંબુડીયા સુધી દરરોજ સાંજના સમયે વાહનોની લાંબી કતારો જામે છે. ઘણી વખત વાહન ચાલકોને કલાકો સુધી હેરાન થવું પડે છે. આજે પણ આવું જ થયું હતું. વાહનોની લાંબી લાઇન થતા વાહનચાલકો અકળાઈ ઉઠ્યા હતા.

- text