ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૩૧૮ અને ચાંદીમાં રૂ.૬૧૧ની વૃદ્ધિ: ક્રૂડ તેલના ભાવમાં રૂ.૨૯ વધ્યા

- text


 

રૂ (કોટન)ના વાયદાના ભાવમાં નરમાઈ: કપાસ, સીપીઓ અને મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારાનો સંચાર: પ્રથમ સત્રમાં રૂ.૧૦,૮૩૨ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૭૦,૦૭૯ સોદામાં રૂ.૧૦,૮૩૨.૦૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૬૧૧ વધ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો, જ્યારે કપાસ, સીપીઓ અને મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૬૫૩૧ સોદાઓમાં રૂ.૫૬૫૨.૬૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૦૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૩૯૯ અને નીચામાં રૂ.૪૯૦૦૭ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૮ વધીને રૂ.૪૯૨૫૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૪૭૫ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૩૩ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૨૦ વધીને બંધમાં રૂ.૪૯૨૩૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૩૬૦૪ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૩૯૦ અને નીચામાં રૂ.૬૩૫૯૯ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૧૧ વધીને રૂ.૬૪૦૮૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૬૦૯ વધીને રૂ.૬૪૦૭૬ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૬૧૪ વધીને રૂ.૬૪૦૭૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૧૪૬૫ સોદાઓમાં રૂ.૧૮૦૪.૭૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૪૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૭૭ અને નીચામાં રૂ.૩૪૩૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯ વધીને રૂ.૩૪૬૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૨૫૪ સોદાઓમાં કુલ રૂ.૨૫૨.૮૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૨૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૩૪૦ અને નીચામાં રૂ.૨૦૧૯૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦ ઘટીને રૂ.૨૦૨૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૧૫.૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૫ વધીને બંધમાં રૂ.૯૨૧.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૫૩ ખૂલી, ઊપરમાં રૂ.૯૭૨ અને નીચામાં રૂ.૯૫૨ રહી, અંતે રૂ.૯૬૯.૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૦૩ અને નીચામાં રૂ.૧૧૯૨ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૫૦ વધીને રૂ.૧૨૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૪૯૪ સોદાઓમાં કુલ રૂ.૨૬૫૨.૯૦ કરોડ ની કીમતનાં ૫૩૮૮.૯૪૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૫૦૩૭ સોદાઓમાં કુલ રૂ.૨૯૯૯.૭૧ કરોડ ની કીમતનાં ૪૬૮.૪૧ ટન, ક્રૂડ તેલમાં ૫૨૮૬ સોદાઓમાં રૂ.૩૩૫.૦૧ કરોડનાં ૯૭૦૫૦૦ બેરલ્સ, કોટનમાં ૫૮૭ સોદાઓમાં રૂ.૭૦.૩૦ કરોડનાં ૩૪૪૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૫૯૦ સોદાઓમાં રૂ.૧૭૬.૨૯ કરોડનાં ૧૯૧૫૦ ટન, મેન્થા તેલમાં ૪૭ સોદાઓમાં રૂ.૫.૫૨ કરોડનાં ૫૭.૨૪ ટન, કપાસમાં ૩૦ સોદાઓમાં રૂ.૭૪.૩૦ લાખનાં ૧૨૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૮૫૨.૯૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૧૫.૮૫૩ ટન, ક્રૂડ તેલમાં ૨૦૩૧ બેરલ્સ, કોટનમાં ૮૪૪૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૦૦૯૮૦ ટન, મેન્થા તેલમાં ૧૦૩.૬૮ ટન અને કપાસમાં ૬૬૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૫૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૬૨ અને નીચામાં રૂ.૧૦૪૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૧૭.૫ બંધ રહ્યો હતો.

જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૪૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૫.૫ અને નીચામાં રૂ.૭૯૨.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૨૩ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૬૨૭ ખૂલી, ઊપરમાં રૂ.૫૬૩૯ અને નીચામાં રૂ.૫૪૭૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૫૦૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૫૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૫૦ અને નીચામાં રૂ.૧૪૦૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૪૫.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૧ અને નીચામાં રૂ.૨૩.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૨.૭ અને નીચામાં રૂ.૨૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭.૩ બંધ રહ્યો હતો.

- text