મોરબીમાં આંગડિયા પેઢીમાંથી કર્મચારીએ રૂ. 43.20 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

- text


આંગડિયા પેઢીના માલિકે પોતાના કર્મચારી સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં આવેલી આંગડિયા પેઢીમાં હિસાબનીશ તરીકે રાખેલા કર્મચારીએ આંગડિયા પેઢીના માલિક સાથે વિશ્વાસઘાત કરીને પેઢીમાં રહેલા હિસાબના રૂ. 43.20 લાખની ઉચાપત કરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ગત ઓક્ટોબર મહિના બનેલા આ બનાવ અંગે આંગડિયા પેઢીના માલિકે પોતાના કર્મચારી સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. હાલ મોરબી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વડોદરાના વાઘોડીયા રોડ ઉપર આવેલ પ્રમુખ પાર્ક સોસાયટી પ્લોટ નં-૪૧/૪૨ માં રહેતા અને આંગળીયા પેઢીનો ધંધો કરતા મગનભાઇ ઉકાજી (ઉ.વ. ૫૦) એ પોતાની આંગળીયા પેઢીના કર્મચારી જીતેન્દ્રકુમાર કનાજી (રહે. ગામ ઉડ, તા.જી. સીરોહી, રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમા સરદાર ભવન રોડ પર બાલાજી ચેમ્બર્સમા દુકાન નં-૨૦૫માં આવેલ ફરીયાદીએ પોતાની ભાગીદારીની રમેશકુમાર પ્રવિણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢીને આરોપી ઉપર વિશ્વાસ રાખી વહીવટ સંભાળવા આપેલ હતો. આથી, ફરીયાદીને ભાગીદારી પેઢીમા આરોપી નોકરી કરતા હોય અને આંગડીયા પેઢીમા જમા થયેલ હિશાબના રોકડ રકમ રૂ. ૪૩,૨૦,૫૧૦ જેટલી રકમની ઉચાપત કરી ફરીયાદીની પેઢી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી પોતાના અંગત ફાયદા રોકડ રકમ લઇ કોઇ હિશાબ આપ્યા વગર નાશી ગયો હતો. આ બનાવ બાદ ફરિયાદી તપાસ કરતા હોય પણ આરોપી મળી નહિ આવતા અંતે ફરિયાદ નોંધાવી છે. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

- text