મોરબી સીરામીક અને ક્લોક ઇન્ડસ્ટ્રીનું હબ બન્યા બાદ ટોયઝ ઇન્ડસ્ટ્રીનું હબ બનવાના પથ પર અગ્રેસર

- text


મોરબીને ટોયઝ ઇન્ડસ્ટ્રીનું હબ બનાવવા રાજ્ય સરકાર તરફથી પહેલ : સરકાર, મલ્ટીનેશનલ કંપનીઓ અને અજંતા-ઓરેવા ગ્રુપના ફાઉન્ડર જયસુખભાઇ પટેલે મિટિંગમાં ત્રિપક્ષી ચર્ચાઓ કરી

મોરબી : ગુજરાત રાજ્ય સરકારના I-Hub (Gujarat Student Start-up and Innovation Hub) અને એજયુકેશન ડીપાર્ટમેન્ટ તરફથી મલ્ટીનેશનલ તથા ડોમેસ્ટિક મોટી બ્રાન્ડની કંપનીઓ સાથે અજંતા-ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ સાથે મેરેથોન (DVC.) મિટિંગો તા. ૨૫.૧૧.૨૦૨૦ અને તા. ૩૦.૧૧.૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ હતી. તથા સરકાર તરફથી ટોયઝ ઇન્ડસ્ટ્રી માટેની મિટિંગમાં ઇનોવેટિવ અને સ્ટાર્ટ અપ લોકોને પણ ઇન્ટરનેશનલ લેવલના ટોયઝ માટે સામેલ કરેલ હતા.

વિશ્વની ફેમસ ટોયઝની કંપનીઓ તથા બ્રાન્ડના સીઈઓ/હેડ સાથે ત્રિપક્ષી ચર્ચાઓ કરવામાં આવેલ હતી. જેમાં જયસુખભાઇ તરફથી મોરબીમાં ક્યાં પ્રકારની સ્કિલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, વર્ક કેપેસિટી વગેરે પ્રાપ્ય છે તેની લંબાણપૂર્વક રજૂઆતો કરવામાં આવેલ હતી. તથા જયસુખભાઇ પટેલ તરફથી આ બધી કંપનીઓને મોરબીની વિઝિટ કરવાનું આમંત્રણ આપવામાં આવેલ હતું. તેમજ કેવા પ્રકારના ટોયઝની મોરબી પાસે બનાવવાની અપેક્ષા રાખે છે. તેના માટે સેમ્પલ્સ, સ્પેસિફિકેશન્સ, ડ્રોઈંગ, ડિઝાઈન મોકલવા બાબતે કંપનીઓને જણાવવામાં આવેલ હતું. જેથી, તેનું R&D અને Q.C. કરી તેના ઉત્પાદનના શ્રોત જાણી શકાય અને તે દિશામાં મોરબીના મેન્યુફેકચરર આગળ વધી શકે.

- text

આ મિટિંગોમાં સરકાર તરફથી ઉચ્ચ અધિકારીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા-ઓ. એજ્યુકેશન મિનિસ્ટર, અંજુ શર્મા-આઈએએસ, પ્રિન્સિપાલ સેક્રેટરી, એમ. નાગરાજન-આઈએએસ, ડિરેક્ટર હાયર એજ્યુકેશન, હિમાંશુ પંડ્યા-ચીફ મેમ્બર આઈ-હબ તથા નીલમ રાની-આઈએફએસ, મેનેજીંગ ડિરેક્ટર INDEXTB હાજર રહેલ હતા. તેમજ મલ્ટીનેશનલ તથા ડોમેસ્ટિક મોટી બ્રાન્ડની કંપનીઓ તરફથી રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ-મનુ શર્મા-Group VP, ગ્રાસપર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ – ધ્વનિલ શેઠ (ફાઉન્ડર & સીઈઓ), સ્પિન માસ્ટર ઇન્ડિયા એલએલપી. – જયદેવ વી. નાયર (ડિરેક્ટર – ઓપરેશન્સ), મેટ્ટલ ટોયઝ, ઇન્ડિયા – રમેશ દેશમુખ, મહિન્દ્રા રિટેલર પ્રા. લી.- કૃષ્ણપ્રસાદજી (મેનેજર પ્લાનિંગ), ધ ઓલ ઇન્ડિયા ટોય મેન્યુફેક્ચર્સ એસોસિએશન (TAITMA) – મનીષ કુકરેજા, પ્રેસિડેન્ટ, ડિસિપ્લીન લીડ ટોય એન્ડ ગેમ ડિઝાઇન -પ્રો. શેખર ભટ્ટાચાર્યજી, ગાંધીનગર, શુમી ટોયઝ – મીતા શર્મા, પારુલ ટોયઝ પ્રા. લી. – દીપક અગરવાલ, ટેકનીબર્ડ્સ લર્નિંગ ટોયઝ પ્રા લી – મનિષ શુક્લા તથા સ્માર્ટીવીંટી લેબ્સ પ્રા. લી – તુષાર અમીન હાજર રહેલ હતા.

ઉલ્લેખનીય છે કે મોરબી ખાતે ટોયઝ હબ બને તેના માટે અંજતા-ઓરેવા ગ્રુપના ફાઉન્ડર જયસુખભાઇ પટેલ તરફથી અથાગ પ્રયાસો કરવામાં આવેલ છે. જે પ્રયાસો સફળ થયા છે. અને સરકારના અલગ-અલગ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ, માહિતીની આપ-લે તથા રજૂઆતો પણ કરવાનું ચાલુ છે. આમ, એવું કહી શકાય કે મોરબી મોરબી સીરામીક અને ક્લોક ઇન્ડસ્ટ્રીનું હબ બન્યા બાદ ટોયઝ ઇન્ડસ્ટ્રીનું હબ બનવાના પથ પર અગ્રેસર છે.

- text