નવલખી રોડ પર ચાલુ ઓવરલોડ ટ્રકમાંથી કોલસા પડતા સરપંચની કારનો અકસ્માત

- text


ઓવરલોડ અને સ્પીડમાં જતા કોલસાના ટ્રકોથી ગંભીર અકસ્માતની ભીતિ અંગે કલેકટરને કરાઈ લેખિત રજુઆત

મોરબી : નવલખી પોર્ટમાંથી કોલસો મોટા પ્રમાણમાં મોરબી તેમજ અન્ય ઉધોગમાં આવી રહ્યો છે. આ માટે હેવી ટ્રકમાં ઓવરલોડ કોલસાનું પરિવહન કરાય છે આ ટ્રક મોરબી નવલખી રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ચુક્યા છે, જેનું તાજું ઉદાહરણ સામે આવ્યું હતું.

જેમાં માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપ બાલુભાઇ સંઘાણી તેની કારમાં મોરબી નવલખી હાઈવે પરથી પસાર થતા હતા. તે દરમિયાન લૂંટાવદર ગામ પાસે એક ઓવરલોડ કોલસા ભરેલા ટ્રકમાંથી કોલસાનો ભાગ નીચે પડ્યો હતો અને કાચના માથે પડતા કાર બેકાબુ બની હતી. અને ડિવાઈડર સાથે અથડાઈ હતી સદનસીબે કાર ચાલક સરપંચનો ચમત્કારીક બચાવ થયો હતો.

અકસ્માતની ઘટના બાદ આ અંગે સરપંચ જયદીપભાઈએ જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી હતી કે આવા બેફામ રીતે ઓવરલોડ કોલસો ભરીને ફૂલ સ્પીડે દોડતાં ટ્રકચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ કારમાં હોવાથી તેઓનો જીવ બચી ગયો હતો. જો કે તેના બદલે કોઈ બાઈકસવાર હોત અને તેના પર પડ્યો હોત, તો ગંભીર અકસ્માત સર્જાઇ શકે છે. જેથી, આવા ટ્રકચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

- text

- text