CM વિજય રૂપાણીના હસ્તે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ 2.0નો પ્રારંભ

- text


હવે બાંધકામ માટે નક્શાની ઓનલાઇન મંજૂરી માત્ર 24 કલાકમાં મળી જશે : વિજય રૂપાણી

મોરબી : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે દેશમાં પ્રથમવાર બાંધકામ માટેના નકશાની માત્ર 24 કલાકમાં જ ઓનલાઇન મંજૂરી માટેની “ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ ૨.૦”નો શુભારંભ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મહત્વના નિવેદનો

• ODPS સીસ્ટમ અમલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત બનશે
• ODPSના અમલથી નાગરિકોને હવે નકશા મંજૂર કરવા કચેરીમાં રૂબરૂ જવામાંથી મુક્તિ મળશે
• તમામ મહેસૂલી સેવાઓ ફેસલેસ બનાવી ઝડપ અને પારદર્શિતા લાવવા સરકાર સંપૂર્ણ કટિબદ્ધઃ સરકાર સાફ નીતિ સાથે ઝડપી નિર્ણયો લઈ રહી છે
• લોકોને ઘરે બેઠા ઓનલાઈન સેવા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ
• ૧ ટકા ખોટા માટે કડક કાયદા છે પણ ૯૯ ટકા સાચા લોકોને તકલીફ ન પડવી જોઈએ તે અમારો નિર્ધાર
• આજથી ગુજરાતમાં ઓનલાઈન થકી બાંધકામના નકશા મંજૂર કરાશેઃ ઓફલાઈન પદ્ધતિ બંધ
• મજબૂત રાજકીય ઇચ્છાશક્તિના પરિણામે અમે પ્રજાહિતના નિર્ણયો કરી રહ્યા છીએ
• ન ભૂતો ન ભવિષ્યતીઃ દર વર્ષે ૧૦૦ ટીપી મંજૂર કરવાનો રાજ્ય સરકારનો નિર્ધારઃ કોરોના કાળમાં પણ ૧૦૦ ટીપીની મંજૂરી
• આગામી સમયમાં iORA અંતર્ગત બિનખેતી સહિત તમામ મંજૂરી ઓનલાઈન કરાશે
• ગુજરાતમાં કોરોના સંક્રમણને ઘટાડવા નાગરિકોનો પૂરતો સહયોગ મળ્યો છે
• રાજ્ય સરકાર પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલના ચાર પાયા ઉપર વિકાસના કામો કરી રહી છે
• અમારો કોઈ વ્યક્તિગત એજન્ડા નથી પણ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ
• અમે વિકાસની રાજનીતિ સાથે લોકહિતમાં પ્રગતિ કરી રહ્યા છીએ
• પ્રજાના હિત માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા ઊભી કરવા માટે શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ વિભાગ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનેકવિધ ક્રાંતિકારી પગલાં ભરવામાં આવ્યા છે
• ODPS સીસ્ટમના અમલથી ગુજરાતમાં માત્ર ૨૪ કલાકમાં ઓનલાઈન નકશાને મંજૂરી મળશે એટલે ઈમાનદાર લોકોને વધુ સુવિધા ઉપલબ્ધ થશે
• “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ”ને પ્રાધાન્ય આપવું એ વર્તમાન વિશ્વની માંગ છે એટલા માટે કોમન GDCR બનાવ્યો છે
• ઓનલાઈન પરમિશનથી પારદર્શિતા વધશે અને નાગરિકો ઈમાનદારીથી પોતાના કામો કરાવી શકશે
• વિશ્વના આધુનિક શહેરોની જેમ ગુજરાતના શહેરો સ્કાયલાઈન બને તે જરૂરી છે તે માટે શહેરી વિકાસ વિભાગ આગળ વધે
• મહાત્મા મંદિરમાંથી મહાત્મા ગાંધીની અપેક્ષા આપણે આજે સાકાર કરવા જઈ રહ્યા છીએ
• નવી ODPS ૨.૦ સીસ્ટમથી બાંધકામ સાથે જોડાયેલા તમામ લોકોને વધુ સરળતા સાથે ઝડપી મંજૂરી મળશે અને લોકોના સ્વપ્નનું ઘર ઝડપી નિર્માણ પામશે

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની તમામ સુવિધાઓ ઓનલાઈન કરે તો એટલે કોઈ કચેરીના પગથિયાં ચડવા જ ન પડે તેવો હોદ્દેદારોને મુખ્યમંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે આ લોન્ચિંગ પ્રસંગે વિવિધ મહાનગરપાલિકા – નગરપાલિકાના લાભાર્થીઓને મંજૂરી પ્લાન અને રજા ચિઠ્ઠી અર્પણ કરવામાં આવી છે.

ODPSના આ કાર્યક્રમાં મંત્રી કૌશિકભાઈ પટેલ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલ, મહાનગરોના મેયરઓ, મ્યુનિસિપલ કમિશનરઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય નગર નિયોજકએ સ્વાગત પ્રવચન કરીને ODPSની વિગતવાર રૂપરેખા આપી હતી જ્યારે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીએ આભારવિધિ કરી હતી.

- text

CGDCRનાં મહત્વપૂર્ણ ૧૫ માપદંડોની ચકાસણી

• માનવ હસ્તક્ષેપ વિના દુનિયાના કોઇપણ ખૂણેથી ડિજિટલ સીસ્ટમ થકી અરજી કરવી શક્ય.
• ODPS 2.0માં ચકાસણી સોફ્ટવેર દ્વારા નકશાની ચકાસણીની અતિ મહત્વના પેરામીટર્સની ચકાસણી પર મુખ્ય આધાર.
• ૧૫ મહત્વના માપદંડો સંતોષાતા હોય પરંતુ તે સિવાયના CGDCRનાં કોઇ એક યા વધુ માપદંડો સંતોષાતા ના હોય તો માત્ર તે કારણસર પ્લાન નામંજૂર નહિ થાય, પરંતુ તે અંગે પર્સનઓનરેકર્ડ (POR) દ્વારા તથા જરૂરી ડેક્લરેશન/બાહેંધરી આપી હોય તેના આધારે પ્લાન મંજૂર થશે.
• આર્કિટેક્ટ એન્જિનિયરશ્રીઓ ઇનગર પોર્ટલ પર વિનામૂલ્યે વિકાસ પરવાનગીના નકશાની ઓનલાઇન ચકાસણી કરી શકશે. ઓનલાઇન વિકાસ પરવાનગીના અરજીઓનો મહત્તમ ૨૮ દિવસ સુધીમાં નિકાલ.

ODPS 2.0 સિસ્ટમથી થનાર ફાયદાઓ

• ફી નહિ ભરવાથી અથવા દસ્તાવેજ યા નકશાના મુદ્દે અરજી નામંજૂર થઈ હોય તો ૩૬૫ દિવસમાં ફરીથી તે જ જમીન અને હેતુ માટે અરજી કરવામાં આવે તો અગાઉ ભરેલ ચકાસણી ફી નજરે મળશે.
• સત્તામંડળ તરફથી સાઇટ વિઝીટ લેવાની થતી હોય તો તેની પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આર્કિટેક્ટ/એન્જીનીયર અને અરજદારના સેલ્ફ ડીક્લેરેશનને પુરતું મહત્વ આપવામાં આવેલ છે.
• સત્તામંડળના ચકાસણી/ મંજૂરીના ત્રણ (૩) તબક્કા અને પ્રત્યેક તબક્કે ચકાસણીની સમય મર્યાદા.

ODPS 2.0 સિસ્ટમ અંતર્ગત અરજી કરવાની પદ્ધતિ

• અરજદાર દ્વારા નિમણુંક કરાયેલ પર્સનઓન રેકર્ડ (POR)એ ઇનગર પોર્ટલમાં લોગઇન કરી નકશાની ચકાસણી માટે Pre-Scrutiny Moduleમાં Pre-DCR એપ્રુવ પ્લાન સબમિટ કરવાના રહેશે.
• પ્લાન પ્રીસ્ક્રુટીનીમા પાસ થઈ ગયા બાદ અરજદારે https://enagar.gujarat.gov.in માં લોગઇન કરી એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે અને તે પરત્વેના જરૂરી બિડાણો અપલોડ કરવાના રહેશે.
• અરજદાર દ્વારા અરજી સબમીટ કર્યા બાદ PORએ ઇનગર પોર્ટલમાં લોગઇન કરી અરજીનું વેરીફીકેશન કરવાનું રહેશે.
• POR વેરીફીકેશન થયા બાદ અરજી પરત્વેની ચકાસણી ફી અરજદારે ઓનલાઇન ભરી શકશે.
• ચકાસણી ફી ભર્યા બાદ તુરંત મંજૂરી પ્રાપ્ત થઈ જશે. રજા ચીઠ્ઠી અને QR કોડીંગ સાથેનો પ્લાન જનરેટ થશે અને અરજી વધુ ચકાસણી માટે જેતે સત્તામંડળમાં ઇનવર્ડ થઈ જશે.
• ત્યારબાદ ઇ નગર પોર્ટલ પર સત્તામંડળ કક્ષાએ અરજીની જરૂરી ચકાસણી થઈ ફક્ત ત્રણ લેવલથી ૨૮ દિવસમાં જ યોગ્ય અને ચોક્કસ નિર્ણય.

- text