મોરબી જલારામ મંદિરે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 230 દર્દીઓએ લીધો લાભ

- text


નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી યોજાયો કેમ્પ

અત્યાર સુધીના 31 કેમ્પમાં કુલ 20115 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન કરાયું

મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર- મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગત તારીખ 4 મે શનિવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 230 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 82 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પ્રવર્તમાન માસનો કેમ્પ નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 31 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 9885 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 4394 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 230 લોકોએ લાભ લીધો હતો તેમજ 82 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.

- text

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકલાલ ચંડીભમર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, નિર્મિતભાઈ કક્કડ- 9998880588, હરીશભાઈ રાજા- 9879218415, અનિલભાઈ સોમૈયા- 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

- text