મોરબી : ગુમ થયેલો 6 વર્ષનો બાળક મળી આવ્યો

- text


સવારે ગુમ થયેલો મળી આવતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો

મોરબી : મોરબીના રવાપર ગામ પાસે આવેલા એપાર્ટમેન્ટ ચોકીદારી કરતા પરિવારનો છ વર્ષનો બાળક સવારે રમતા-રમતા ગુમ થઈ ગયો હતો. આ બાળક ગુમ થયાની જાણ થતાં પોલીસ ધંધે લાગી હતી. જો કે આ ગુમ થયેલો બાળક શનાળા બાયપાસ પાસેથી હેમખેમ મળી આવ્યો હતો. આથી, બાળકના પરીવારજનો અને પોલીસે રાહતનો દમ લીધો હતો.

- text

મોરબીના રવાપર પાસે રિદ્ધિ-સિદ્ધિ નંદિની એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા અને ત્યાં જ રહેતા ભરતભાઈનો 6 વર્ષનો પુત્ર અર્જુન આજે 11 વાગ્યે રમતા-રમતા અચાનક લાપતા બની ગયો હતો. બાળક ગુમ થતા તેના પરિવારજનો ચિંતાતુર બની ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી. આથી, આ બનાવની જાણ થતાં પોલીસ પણ ગુમ થયેલા બાળકની શોધખોળમાં કામે લાગી હતી. આ દરમિયાન ગુમ થયેલો બાળક અર્જુન શનાળા બાયપાસ નજીકથી મળી આવ્યો હતો.

- text