ટંકારા : 15 વર્ષની તરૂણી પર દુષ્કર્મ, બે સામે ફરીયાદ નોંધાઈ

- text


એક હેવાને પિતા વગરની પુત્રીને અવાવરુ જગ્યામાં જોઈ એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું, બીજા હેવાને દુષ્કર્મ કરવામાં મદદ કરી : નરાધમો ઉપર ફિટકાર વરસ્યો, આરોપી પોલીસના હાથવેંતમાં

ટંકારા : ટંકારા પંથકમાં પિતા વિનાની માસુમ 15 વર્ષની તરુણી પર તેના જ ગામના એક શખ્સએ બળાત્કાર કર્યો હોવાની તેમજ તેને બીજા શખ્સે મદદ કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી છે

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના સાવડી ગામે 15 વર્ષની માસુમ બાળકી પાણી ભરવા માટે ગઈ હોય. ત્યારે ગામના બે શખ્સોનો સૂતેલો શેતાન જાગ્યો હતો. અને એક યુવાને માસુમને હવસનો શિકાર બનાવી હતી. અને આ દુષ્કર્મમાં અન્ય શખ્સે મદદ કરી હોવાની ફરીયાદ થતા પંથકમાં ખડભડાટ મચી ગયો છે.

- text

આ ફરિયાદને પગલે ટંકારા પોલીસના પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તાએ ઘટનાની ગંભીરતા સમજી 376 /114 પોસકો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને નરાધમો પર ગામમા ફિટકાર વરસી રહ્યો છે. અને બંને શખ્સોમાં બધા દુષણો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. હાલ તો આ પિતા વિનાની માસુમ બાળકી પર બળાત્કાર કરનારા નરાધમોને સખત સજા કરવાની માંગ ઉઠી છે.

- text