2 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં કોરોનાનો આંતક યથાવત, 27 નવા કેસ, આજે પણ ત્રણ દર્દીના મૃત્યુ

- text


મોરબી તાલુકામાં 16, વાંકાનેર તાલુકામાં 7, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લામાં આજે પણ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 168

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 2 ડિસેમ્બર, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1004 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 27 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 12
મોરબી ગ્રામ્ય : 04
વાંકાનેર સીટી : 03
વાંકાનેર ગ્રામ્ય : 04
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 27

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 09
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 11

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 195
કુલ ડિસ્ચાર્જ કેસ : 2368
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 150 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 168
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2731
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 115347

મોરબી જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text