ડેઈલી માર્કેટ રિપોર્ટ : કોટનના વાયદાના ભાવમાં રૂ.૧૭૦ના ઘટાડા સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૩,૪૭૫ ગાંસડીના સ્તરે

- text


 

સોનાના વાયદાના ભાવમાં રૂ.૨૫૮ અને ચાંદીમાં રૂ.૮૦૭ની વૃદ્ધિ: ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડો: મેન્થા તેલમાં સુધારાનો સંચાર: પ્રથમ સત્રમાં રૂ.૧૩,૧૩૬ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૦,૨૮૫ સોદામાં રૂ.૧૩,૧૩૬.૨૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૫૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૮૦૭ વધ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ નોમિનલ ઘટવા સામે નેચરલ ગેસ સુધર્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૧૭૦નો ઘટાડો થયો હતો અને ઓપન ઈન્ટરેસ્ટ ૬૩,૪૭૫ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કપાસ અને સીપીઓ પણ ઢીલાં હતાં, જ્યારે મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૪૪૭૪૮ સોદાઓમાં રૂ.૭૯૭૧.૭૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૪૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૬૯૯ અને નીચામાં રૂ.૪૮૪૦૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૮ વધીને રૂ.૪૮૫૩૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૨૪૬ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૦૯ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૫૩ વધીને બંધમાં રૂ.૪૮૯૯૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૧૬૨૮ ખૂલી, ઊપરમાં રૂ.૬૩૦૪૦ અને નીચામાં રૂ.૬૧૪૨૫ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦૭ વધીને રૂ.૬૨૭૨૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૭૭૦ વધીને રૂ.૬૩૯૩૨ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૭૮૨ વધીને રૂ.૬૩૯૨૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૩૩૪૧ સોદાઓમાં રૂ.૧૮૯૮.૬૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૨૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૩૩૦૮ અને નીચામાં રૂ.૩૨૪૪ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ ઘટીને રૂ.૩૨૮૫ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૭૭૨ સોદાઓમાં કુલ રૂ.૩૪૬.૯૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૯૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૯૯૦ અને નીચામાં રૂ.૧૯૮૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૦ ઘટીને રૂ.૧૯૮૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૭૯.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે ૧૦ પૈસા ઘટીને બંધમાં રૂ.૮૭૬.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૫.૪ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૬.૯ અને નીચામાં રૂ.૯૪૨.૧ રહી, અંતે રૂ.૯૪૪.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૮૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૮૮ અને નીચામાં રૂ.૧૧૮૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૦૦ ઘટીને રૂ.૧૧૮૩ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૮૩૦૧ સોદાઓમાં કુલ રૂ.૩૮૭૦.૯૪ કરોડ ની કીમતનાં ૭૯૩૯.૫૯૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૧૬૪૪૭ સોદાઓમાં કુલ રૂ.૪૧૦૦.૮૨ કરોડ ની કીમતનાં ૬૪૬.૭૭૬ ટન, ક્રૂડ તેલમાં ૫૫૫૯ સોદાઓમાં રૂ.૩૨૩.૮૫ કરોડનાં ૯૮૭૦૦૦ બેરલ્સ, કોટનમાં ૨૪૯ સોદાઓમાં રૂ.૧૮.૦૩ કરોડનાં ૯૦૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૪૮૪ સોદાઓમાં રૂ.૩૨૬.૮૪ કરોડનાં ૩૭૪૩૦ ટન, મેન્થા તેલમાં ૧૫ સોદાઓમાં રૂ.૧.૫૩ કરોડનાં ૧૬.૨ ટન, કપાસમાં ૨૪ સોદાઓમાં રૂ.૫૯.૨૦ લાખનાં ૧૦૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૦૪૨.૭૪૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૯૨.૩૪૭ ટન, ક્રૂડ તેલમાં ૧૬૧૮ બેરલ્સ, કોટનમાં ૬૩૪૭૫ ગાંસડી, સીપીઓમાં ૭૬૭૩૦ ટન, મેન્થા તેલમાં ૧૪૦.૪ ટન અને કપાસમાં ૫૪૮ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૧૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૩૩ અને નીચામાં રૂ.૯૮૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૦૦ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૨૯.૫ અને નીચામાં રૂ.૭૬૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૯૨.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૨૦૭ અને નીચામાં રૂ.૨૭૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૯૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૦૦ અને નીચામાં રૂ.૬૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૨૦.૫ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૮૫ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૩ અને નીચામાં રૂ.૧૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨.૧૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૮૫ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૨.૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨.૮૫ અને નીચામાં રૂ.૧૨.૮૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨.૮૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૮.૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૨.૫ અને નીચામાં રૂ.૧૧૩.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૨૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૪.૯ અને નીચામાં રૂ.૯૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૪.૬ બંધ રહ્યો હતો.

- text