મોરબી : કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા જાળમાં ફસાયેલા બે સાપને બચાવી જીવતદાન અપાયું

મોરબી : કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઘુંટુ નજીક જાળમાં ફસાયેલા બે સાપને બચાવી જીવતદાન અપાયું છે. તેમજ બંને સાપને સુરક્ષિત સ્થાન પર છોડી દેવામાં આવ્યા છે.

મોરબીના જુના ઘુંટુ રોડ પર ઘુંટુ ગામ નજીક આવેલા નાલામાં માછલી પકડવાની જાળમાં બે સાપ ફસાઈ ગયા હતા. અને પાણીમાં જીવ બચાવવા તરફડતા હતા. આ ઘટના અંગેની જાણ મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્રના કાર્યકરોને થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બંને સાપને જાળમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ બંને સાપને સુરક્ષિત સ્થળે છોડી દેવાયામાં આવ્યા હતા. આમ, ઝેરી સાપની નજીક જતા પણ લોકો ડરતા હોય છે. ત્યારે કેન્દ્રના કાર્યકર્તાઓએ બે સાપનો જીવ બચાવી માનવતા મહેકાવી છે.