મોરબી : રાઠોડ અનુજે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી

મોરબી : ગુજરાત ગૌરવ દિન નિમિત્તે રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મોરબીના રહીશ અનુજ રાઠોડે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાઠોડ અનુજ દિલીપભાઈને ગાંધીનગર બોર્ડ તરફથી રૂ. 5 હજારનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું છે. આ અનેરી સિદ્ધિ બદલ અનુજના પરિવારજનોએ તેને અભિનંદન પાઠવ્યા છે. અને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે શુભેચ્છાઓ પાઠવી છે.