માળીયા ફાટક નજીક હિટ એન્ડ રન કેસમાં બે ભાઈઓના મોત બાદ વધુ એકનું મૃત્યુ

મોરબી : મોરબીમાં માળીયા ફાટક નજીક અજાણ્યા વાહનએ હડેફેટે લેતા ડબલ સવારી બાઇકમાં પિતૃકાર્ય અર્થે જતા બે કૌટુંબિક ભાઈઓના મોત બાદ વધુ એક ભાઈનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ આંક 3 સુધી પહોંચતા અરેરાટી ફેલાય ગઈ છે.

મોરબીના માળીયા ફાટક પાસે તા. 25ના રોજ સવારે હિટ એન્ડ રનની ઘટનામાં બે કૌટુંબિક ભાઈઓના મોતની ઘટનામાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાયો છે. મોરબીમાં હાપા રેલ્વે સ્ટેશન પાસે વેલનાથ સોસાયટીમાં રહેતાના દિકરા રૂત્વીકભાઇ પરેશભાઇ બજાણીયા (ઉ.વ.૨૦) તથા ભત્રીજા હાર્દીકભાઇ ધીરેન્દ્રભાઇ બજાણીયા (ઉ.વ.૧૯) એ બાઇકમાં ઘુંટુ ગામથી સો ઓરડી વિસ્તારમાં પિતૃકાર્ય માટે જઈ રહ્યા હતા. ત્યારે માળીયા ફાટક ઓવરબ્રીજ ઉપર વાકાનેર તરફ જતા રસ્તે પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે આ બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બન્ને કૌટુંબિક ભાઈઓના મોત નિપજ્યા હતા. આ બનાવમાં વધુ એક યુવાન ભૌતિક બજાણીયાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.