મોરબીના આશા વર્કર્સ દ્વારા ઈન્સેન્ટીવ, નવી શિક્ષણ નીતિ સહિતના પ્રશ્નો અંગે અધિક કલેક્ટરને આવેદન

- text


મોરબી : ગુજરત આશા હેલ્થ વર્કસ યુનિયન તરફથી મોરબીના આશા વર્કરોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને ઈન્સેન્ટીવ, ડ્રેસ સહિતના પ્રશ્નો અંગે અને નવી શિક્ષણ નીતિ અંગે સ્પષ્ટતા કરવા માટે અધિક કલેક્ટર કેતન જોશીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ગામડાઓમાં અને શહેરોમાં, આશા વર્કરો તથા ફેસેલીએટર બહેનો, કોરોનાની અતિ જોખમી કામગીરી બજાવી રહેલ છે. રવિવારની રજાઓ રાખ્યા વિના સવારથી સાંજ સુધી રોજે રોજ રેડ ઝોન એરીયામાં પણ જોખમી સેવા આપી રહી છે. સરકારના અન્ય વિભાગોમાં દૈનિક રૂ. 300 કોરોના ઈન્સેન્ટીવનાં અપાય છે. તો આ વિભાગની બહેનોને શા માટે અન્યાય? આશા વર્કર અને ફેસીલીએટર બહેનો તો કોરોના ઈન્સેન્ટીવ તરીકે દૈનિક માત્ર રૂ. 33 (માસીક રૂ. 1000) જ ચુકવાય છે. તેથી, તેઓને પણ દૈનિક રૂ. 300 ચૂકવાય તે માટે નિર્ણય કરવા અપીલ કરી છે.

કેટલાક જીલ્લા તથા તાલુકામાં કોરોનાં ઈન્સેન્ટીવની રકમો ચુકવાઈ છે પણ કેટલાક જીલ્લા તાલુકામાં છેલ્લા ત્રણ માસથી જાહેર કરેલ રકમો ચૂકવાઈ નથી. તેથી, બાકી રકમો યુધ્ધનાં ધોરણે ચુકવાય તેવો આદેશ કરવા અપીલ છે. તેમજ આશા વર્કરને ડ્રેસ આપ્યાને ત્રણ વર્ષ થયા. તેથી, હવે બીજા ડ્રેસ- સાડી આપવા જરૂરી નિર્ણય કરવાની માંગણી છે. અને હેલ્થ વિભાગની ફેસીલીએટર બહેનોને સાડી ડેસ આપવાની જાહેરાતનાં 1 વર્ષ થવામાં છે. આથી, વહેલી તકે ફેસીલીએટર બહેનોને સાડી–ડ્રેસ આપવાનો આદેશ આપવા અપીલ કરાઇ છે.

- text

આ ઉપરાંત, અન્ય રજૂઆતમાં નવી શિક્ષણ નીતિની આઈ.સી.ડી.એસ. આંગણવાડી વર્કર– હેલ્પરની સ્થિતિ પર થનાર અસર અંગે સ્પષ્ટતા કરવા માંગ કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ શિક્ષણ નીતિનાં રાજયમાં અમલ કરવાની જાહેરાત થતાં તે બાબતે નવી શિક્ષણ નીતિનો અમલ કરતા પહેલા, સૌથી મહત્વનાં અંગ એવા આંગણવાડી વર્કર– હેલ્પર તથા તેનાં યુનિયનો સાથે બેઠક યોજવામાં આવે તથા સુચનો લેવામાં આવે. નવી શિક્ષણ નીતિનાં દસ્તાવેજમાં 3 થી 6 વર્ષનાં બાળકોનાં શિક્ષણની જોગવાઈઓ બાબતે, આંગણવાડી વર્કર-હેલ્પરો તથા સમગ્ર સ્ટાફનાં માળખામાં અનેક પ્રશ્નો ઉભા થાય તેમ અને તેથી તે અંગે સ્પષ્ટતા તાત્કાલીક અસરથી કરવા અપીલ છે. તેમજ નવી શિક્ષણ નીતિનો અમલ ગુજરાતમાં કયાં શૈક્ષણીક વર્ષથી કરાશે તે જાણકારી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

- text