વાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલયમાં સ્કૂલ સ્પેસ કલબનું ઉદ્ઘાટન કરાયું

વાંકાનેર : વાંકાનેરની શ્રીમતિ એલ. કે. સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયમાં આજે તા. 23 નવેમ્બરના રોજ સ્કુલ સ્પેસ કલબનું ઉદ્દઘાટન જિલ્લા શિક્ષણાધિકારી – મોરબી કચેરીના એજયુકેશન ઇન્સ્પેકટર ભાવેશભાઇ ભાલોડીયા, એસ. જે. મેરજા અને યુ. એન. ઝાલા તથા શાળાના ટ્રસ્ટી અમરશીભાઇ મઢવી અને વિનુભાઇ રૂપારેલીયાના હસ્તે કરવામાં આવેલ છે.

આ સ્પેસ કલબ માટે ગુજરાત રાજયમાં માત્ર 15 શાળાઓની પસંદગી થઇ છે. જેમાં મોરબી જિલ્લામાંથી શ્રીમતિ એલ. કે. સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયની પસંદગી થયેલ છે. જે બાબતે વિદ્યાભારતી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લલિતભાઇ મહેતા ગૌરવ અનુભવતા જણાવે છે કે આ સ્પેસ કલબ દ્વારા ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ પણ આ સ્પેસ અંગેની જાણકારી મેળવી શકે છે. તેમજ મોરબી જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પેસ કલબમાં જોડાય અને પોતાના ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરી શકે તે માટે પ્રમુખ લલિતભાઇ મહેતા અને શાળાના પ્રધાનાચાર્ય દર્શનાબેન જાનીએ વિદ્યાર્થીઓને આ સ્પેસ કલબમાં સભ્ય થવા માટે આહ્વાન કર્યું છે.