મોરબી સિવિલમાં સગળતી હાલતમાં પ્રવેશનાર યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો

 

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં સળગતી હાલતમાં આવેલો યુવક ગંભીર રીતે સંપૂર્ણ દાઝી ગયો હતો. જેથી તેને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના નાની વાવડી ગામના મનોજ જગદીશભાઈ નાગલા નામના 35 વર્ષના યુવક સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગત તા.19ના રોજ રાત્રીના સમયે પેટ્રોલ જેવો જ્વલંત પદાર્થ છાંટીને જાત જલાવી સળગતી હાલતમાં ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા. તેઓને તુરંત જ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. બાદમાં તેઓને રાજકોટની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ યુવકની સારવાર ચાલી રહી હતી. જો કે શરીર સંપૂર્ણ રીતે દાઝી ગયું હોય આજે સારવાર દરમિયાન તેને દમ તોડ્યો છે. જેથી પોલિસે આ ઘટના અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.