વાંકાનેરમાં ઘોડી પાસાનું જુગારધામ ઝડપાયું, 12 શખ્સોની ધરપકડ

- text


 

પોલીસે રોકડા રૂ.92890, 11 મોબાઈલ કી. રૂ.49000 મળી કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વાંકાનેર : વાંકાનેર પોલીસને ગઈકાલે રહેણાંક મકાનના ચાલતા ઘોડી પાસાના મસમોટા જુગરધામને ઝડપી લેવાની સફળતા મળી હતી.જેમાં વાંકાનેર પોલીસે બાતમીના આધારે આ રહેણાંક મકાનમાં દરોડો પાડી ઘોડી પાસાનો નસીબ આધારિત જુગાર રમતા 12 શખ્સોને દબોચી લીધા હતા.તેમજ વાંકાનેર પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.92890 ,11 મોબાઈલ કી. રૂ.49000 મળી કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ જુગારધામની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસ સ્ટાફને ગઈકાલે ચોકસસ બાતમી મળી હતી કે ,કેટલાક શખ્સો અલગ અલગ જગ્યાએ ઘણા સમયથી ઘોડી પાસનો જુગાર રમતા રમાડતા હોય અને ગઈકાલે વાંકાનેરના ભરવાડપરા મેઇન રોડ કબ્રસ્તાન સામે આવેલ આરોપી જોગાભાઇ હમીરભાઇ સામળએ પોતાના મકાનમાં નાલ ઉઘરાવી બહારથી માણસો બોલાવી તમામ વ્યવસ્થાઓ કરી ઘોડી પાસાનો જુગાર રમાડતો હોવાની ચોકસસ બાતમી મળતા વાંકાનેર પોલીસ કાફલો એ મકાનમાં ત્રાટક્યો હતો.જ્યાં ધોડી પાસનો જુગાર રમતા આરોપીઓ જોગાભાઇ હમીરભાઇ સામળ, મનોજભાઇ ઉર્ફે નદી ભાણજીભાઇ ટમારીયા, વિપુલભાઇ જેમલભાઇ કરોત્રા, અરજણભાઇ રાઘવભાઇ ગમારા, રણછોડભાઇ મેહુરભાઇ મુંધવા, લાલાભાઇ દિનેશભાઇ લામકા, લીલાધરભાઇ બેચરભાઇ સંતોકી, અજયભાઇ કાળુભાઇ માનસુરીયા,રસીદભાઇ ગુલમામદભાઇ ગોડી, સામજીભાઇ ઉર્ફે ભીખો ભાવુભાઇ ફીસરીયા,નીલેશભાઇ ખીમજીભાઇ રાછડીયા,પરેશભાઇ રમણીકભાઇ રાવલને રોકડા રૂ.92890 ,11 મોબાઈલ કી. રૂ.49000 મળી કુલ રૂ.1,41,870ના મુદ્દામાલ સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી હતી.

- text