મોરબી પાલિકાના સેનિટરી ઇન્સપેક્ટરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પૈસાની માંગણી કર્યાની ફરિયાદ

- text


ભેજોબાજોએ સેનિટરી ઇન્સપેક્ટરના નામે તેમના પરિચિતો પાસેથી પૈસા માંગ્યાની એસપીને લેખિતમાં ફરિયાદ

મોરબી : મોરબી નગરપાલિકાના સેનિટેશન ઇન્સપેક્ટરનું કોઈ ભેજાબાજૉએ પોતાની કારમતમાં ફેસબુક એકાઉન્ટ હેક કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં ભેજાબાજૉએ ફેસબુક એકાઉન્ટ હેક કરીને સેનિટેશન ઇન્સપેક્ટરના નામે તેમના સગા સબધીઓ પાસે પૈસા માંગતા હોવાથી અંતે આ મામલો પોલીસમાં પહોંચ્યો છે. હાલ પોલીસે લેખિતમાં ફરિયાદના આધારે આ બનાવની ગહન તપાસ શરૂ કરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નગરપાલિકામાં સેનિટેશન ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા કૃષ્ણસિંહ એચ. જાડેજાએ મોરબી જિલ્લા પોલીસ વડને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, કોઈ અજાણ્યા ભેજાબાજે પાલિકાના સેનિટેશન ઇન્સપેક્ટર કૃષ્ણસિંહ એચ.જાડેજાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી નાખ્યું છે. એટલું જ નહીં આ ભેજોબજો સેનિટેશન ઇન્સપેક્ટરનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના સગા સબધીઓ તથા મિત્રોને ફોન કરીને કોઈને કોઈ બહાને પાસેની ઉઘરાણી કરે છે. તેમના નામે પોતાના સગા સબધીઓ તેમજ મિત્રો પાસે પૈસાની ઉઘરાણી કરાતી હોવાનું ધ્યાને આવતા તેમણે આ ગંભીર બાબતે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરીને પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને પૈસાની ઉઘરાણી કરતા અવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાંથી ઘણી જગ્યાએ અનેક લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમના પરિચિતો પાસે નાણાં માંગ્યાના બનાવો સામે આવ્યા છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં ટેક્નિકલ ભેજાની ઉપજથી અમુક લેભાગુ તત્વો હવે નાણાં પડાવવા માટે આ ગજબનો ખેલ રચ્યો છે. ત્યારે હવે લેભાગુ તત્વોના વધુ એક શિકાર બન્યા છે. આથી, આ મામલે પોલીસ સઘન તપાસ કરીને લેભાગુ તત્વોને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે.

- text