મોરબીના સામાંકાંઠે ખુલ્લી ગટરમાં ડમ્પર ખાબકયું

સદનસીબે જાનહાની ટળી, જેસબીની મદદથી ડમ્પરને બહાર કઢાયું

મોરબી : મોરબીના સામાંકાંઠે પોસ્ટ ઓફીસથી નટરાજ ફાટક વચ્ચેના રસ્તા પર ખુલ્લી ગટરમાં ડમ્પર ખાબકયું હતું. જોકે આ ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ ન હતી. બાદમાં જેસબીની મદદથી ડમ્પરને ભૂગર્ભ ગટરમાથી બહાર કાઢવામાં આવ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાંકાંઠે નટરાજ ફાટકથી પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસ વચ્ચેના રસ્તા પર સાઈડમાં આવેલી ખુલ્લી ભૂગર્ભ ગટરમાં આજે એક ડમ્પર ખાબકયું હતું. આ ઘટના સદનસીબે જાનહાની થઈ ન હતી. બાદમાં ભૂગર્ભ ગટરમાં પડેલા ડમ્પરને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.