મોરબી : યુવતીને વાંધાજનક ફોટા, વીડિયો મોકલીને બીભત્સ માંગણી કર્યાની ફરિયાદ

- text


તાલુકા પોલીસે એક શખ્સ સામે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી: મોરબીના ટીંબડી ગામની યુવતીને અશ્વિલ ફોટા, વીડિયો અને રેકોર્ડિંગ વોટ્સએપમાં મોકલીને એક શખ્સે તેની પાસે બીભત્સ માંગણી કરતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ ગંભીર મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આરોપી સામે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ટીમ્બડી ગામે રહેતી યુવતીએ આરોપી મુકેશભાઇ છગનભાઇ પરમાર નામના શખ્સ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી મુકેશભાઇ છગનભાઇ પરમાર નામના શખ્સે યુવતીના મોબાઇલ પર આરોપીએ મોબાઇલ નંબર ઉપરથી ગત તા.૧૦ થી તા.૧૨ નવેમ્બરના રાત્રીના સમય દરમ્યાન અવારનવાર અલગ-અલગ સમયે વોટસએપ વીડીયો કોલ કરી તેમજ અશ્વિલ તેમજ બીભત્સ ફોટાઓ તથા વીડીયોઝ તથા વોઇસ રેકોર્ડીંગ વાળા ગંદી ગાળો બોલતા વોઇસ મેસેજો મોકલી તેમજ મોબાઇલ ફોનમાં ફોન કરી યુવતી પાસે બીભત્સ માંગણી કરી ગંદી ગાળો દઈને વિકૃત હરકત કરી હતી. અંતે આજે આ યુવતીની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તાલુકા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text