મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી મંદિર પાસે રૂ. 50 લાખના ખર્ચે સીસી રોડ મંજૂર

- text


સાંસદ મોહન કુંડારીયાની દરખાસ્ત ઉપર રાજ્યના ડે. સીએમ નીતિનભાઈ પટેલે મંજૂરીની મહોર મારી

મોરબી : નવા વર્ષે રાજ્યની ભાજપ સરકારે મોરબીવાસીઓને એક સારા રસ્તાની સુવિધાની ભેટ આપી છે. જેમાં મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસે સીસીરોડ બનાવવાની સાંસદ મોહન કુંડારીયાની દરખાસ્ત ઉપર રાજ્યના ડે. સીએમ નીતિનભાઈ પટેલે મંજૂરીની મહોર મારી છે અને મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસે રૂ. 50 લાખના ખર્ચે સીસીરોડ મંજૂર કર્યો છે.

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસે ટ્રાફિકનું સતત ભારણ તથા હેવી વાહનોની અવરજવરને ધ્યાને લઈને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ આ નરસંગ ટેકરી મંદિર પાસે સીસીરોડ બનાવવાની નાયબ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ રોડ માટે રૂ. 50 લાખ મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંજુર કરાયેલ સીસીરોડને સ્પર્શતી મોરબીની સોસાયટીઓના રહીશોએ નવા ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા સમક્ષ કરાયેલી સીસીરોડ બનાવવાની માંગણી સાકાર થતા આ સોસાયટીઓના રહીશોમાં આનદની લાગણી પ્રસરી ગઈ છે.

- text

મોરબી નગરપાલિકા અને જિલ્લા પંચાયતની હદના ત્રિભેટે આ રસ્તો મંજૂર કરાયો છે. જેનું કામ તાકીદે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. તે જોતા રસ્તાની ગુણવત્તા વધુ જળવાઈ રહેશે અને રોડનું કામ પણ ઝડપી થશે. તેમજ આ નવા સીસીરોડથી વાહનચાલકોને પણ રાહત થશે. મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ સરકારની જાહેરાતને આવકારી છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text