વાંકાનેર : કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર નજીક કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલકને ઇજા પહોંચી હતી.આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના છત્તર ગામે રહેતા અને ભંગારની ફેરીનો ધંધો કરતા ભાયલાલભાઇ ચકુભાઇ પરમાર (ઉવ.૪૫) નામના યુવાન ગત તા.૨ ના રોજ વાંકાનેરના વાંકીયા ગામ પહેલા પુલ પાસેથી પોતાનું GJ-3-ES-8320 નંબરનું બાઈક પર પસાર થઈ રહ્યા હતા.ત્યારે આરોપી સ્વીફ્ટ કાર .નં.GJ-03-DG-5052 નો ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઇથી ચાલવીને આ બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજા પહોંચી હતી.આ બાબતે બાઈક ચાલકે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text