ઓલ ઇન્ડિયા ઓનલાઈન એક્ટિંગ કોમ્પિટિશનમાં મોરબીની દીકરીએ પ્રથમ રેંક મેળવ્યો

- text


મોરબી : ઓલ ઇન્ડિયા ઓનલાઈન એક્ટિંગ કોમ્પિટિશનમાં મોરબીની દીકરીએ પ્રથમ રેંક મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભારત રત્ન લતા મંગેશકરના જન્મદિવસ નિમિત્તે તક્ષશિલા વિદ્યાલય, હળવદ દ્વારા ઓલ ઇન્ડિયા ઓનલાઈન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ સંકુલમાં અભ્યાસ કરતી, રેવન્યુ બાર એસોસિયેશન મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરાની પુત્રી ચેલ્સીબેન રાજપરાએ કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા, વિટામીન-સી વાળા ફ્રૂટ, લીલા શાકભાજી ખાવા, હાથને વારંવાર સાબુથી ધોવા, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગેની મહત્વની સમજ વિડિયોના માધ્યમથી દર્શાવી હતી. તેમની આ કૃતિ ફાઇનલ રાઉન્ડમાં વિજેતા જાહેર થતાં 31 ઓક્ટોબર, સરદાર જયંતિ વિશ્વ એકતા દિવસે તક્ષશિલા સંકુલ-હળવદ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે ચેલ્સીબેન રાજપરાએ જણાવેલ કે, કોરોના નાબૂદી અંગેના મારા વિચારો અંગેની કૃતિ દેશના કોરોના વોરિયર્સને સમર્પિત કરું છું; કે જેમનું આપણા દેશ પ્રત્યે ઘણું યોગદાન રહેલું છે. ચેલ્સીબેનની આ સિદ્ધિ બદલ તેઓ પર ચોમેરથી શુભેચ્છાઓ વરસી રહી છે.

- text