હળવદ-ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની કામગીરી હાથ ધરાઈ

- text


મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલને પગલે તંત્ર દોડતું થયું

હળવદ : હળવદ-ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલની છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ તેમજ માટી કાપ કાઢ્યો જ ન હોવાથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી ન શકતું હોવાથી આ બાબતે ભારતીય કિશાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખે નર્મદાના સોરાષ્ટ્ શાખા નહેરને કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી હતી.આ અંગેના મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને આ કેનાલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે

ભારતીય કિશાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ રાણા એ નર્મદાના સોરાષ્ટ્ શાખા નહેરને કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરી હતી કે , ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રીબ્યુટરી ડી 19માં છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ કે માટી કાપ કાઢવાની કામગીરી જ કરવામાં આવી નથી.જેથી ડિસ્ટ્રીબ્યુટરીમાં માટીના થરની જાડાઈ ઓફ ટેઇલ.પોઈન્ટે મળતા હેડ પાણીની ઉચ્ચાઈથી પણ વધુ છે.જેથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલના ડી 19ના એચ.આર.થી નીચેવાસ ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલમાં ગેઇટ સી.આર.મુકવામાં આવ્યો નથી.જેથી આ કેનલનું.લેવલ વધતું નથી અને ડી.19માં પાણી આવતું નથી.તેથી ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનો યોગ્ય લાભ મળે તે માટે આ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની માંગ કરી હતી.

આ મામલે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.આ સમાચારની નર્મદા કેનાલ વિભાગે ગંભીરતાથી નોંધ લઈને ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનો યોગ્ય લાભ મળે તે હેતુથી ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલમાં સાફ સફાઈ હાથ ધરી છે.આથી ખેડૂતોમાં ખુશીની.લહેર દોડી ગઈ છે

દસ દિવસમાં કામ પૂર્ણ કરવામાં આવશે : એલ.એ પરમાર

- text

આ અંગે કાર્યપાલક ઇજનેર એલ.એ પરમાર એ જણાવ્યું હતું કે રણજીતગઢ, રાયસંગપુર, મયુરનગર,મીયાણી, હળવદ થી પસાર થતી ડી-19 કેનાલની હાલ સાફ-સફાઈની કામગીરી ચાલુ છે જે આવનારા દિવસમાં કામ પૂર્ણ થઇ જશે તેમ જણાવ્યું હતું.

- text