મોરબીની આર્ટ્સ કોલેજના ચોકીદારનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

મોરબી : મોરબીના સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આ કોલેજમાં પ્રિન્સીપાલ એલ.એમ. કંઝારિયાની અધ્યક્ષસ્થાને કોલેજના મહેન્દ્રસિંહ ઝાલા ચોકીદાર તરીકે સેવા આપતા, તેમનો નિવૃત્તિ વિદાય સમાનનો એક કાર્યક્રમ યોજાયો હતી.આ તકે કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે. મહેન્દ્રસિંહનો મોટો સહયોગ રહયો છે. કે નિષ્ઠા અને પ્રમાણિકતાથી હમેશાં કાર્ય કર્યું છે. સંસ્થાને સદાય એમની ખોટ રહેશે જ સાથોસાથ ઈશ્વર તેમનું સ્વસ્થ સારું રાખે અને એમના પારિવારિક જીવનમાં હમેશાં સુખ રહે તેવી શુભકામના પાઠવી હતી.ડો.કંઝારિયા દ્વારા મહેન્દ્રસિંહ ઝાલાને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કોલેજ પરિવાર દ્વારા પ્રા.કાથડ,ચેતન કોઠારી રાજુ પરમારના હસ્તે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો નિવૃત થતા મહેન્દ્રસિંહ ઝાલાએ તેમના પ્રતિભાવમાં નોકરી દરમ્યાનનો સંતોષ વ્યકત કરેલ અને સંસ્થા સાથેના ૬૦ વર્ષના સ્મરણો યાદ કરીને, ખુશી વ્યકત કરી આ તકે કોલેજના પ્રાધ્યાપક આર.કે.વારોતરિયાના મોટાભાઈ શ્રીનાથાભાઈ વારોતરિયાનું અવસાન થતાં તેમને શ્રધ્ધાંજલી આપી બે મિનિટનું મૌન પાડ્યું હતું. અંતમાં કાર્યક્રમનું આભાર દર્શન પ્રા. દંગી સાહેબ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમમાં પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રસિંહની સેવા બિરદાવેલ અને એમની નીતિમતા ને વખાણેલ અને અંતમાં અલ્પાહાર કરીને સર્વે સ્ટાફ પરિવારને પ્રિન્સીપાલ ડો.કંઝારિયા દ્વારા દિવાળીની શુભકામના આપી થયેલ ઓનલાઈન શિક્ષણ અંગે સંતોષ વ્યક્ત કરી સ્ટાફનો આભાર માન્યો હતો.