ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમીટીમાં મેમ્બર તરીકે નિલેશભાઈ જેતપરિયાની નિમણૂક

 

નિલેશભાઈના એક્સપોર્ટ ક્ષેત્રના 21 વર્ષના બહોળા અનુભવનો ગુજરાતભરના ઉદ્યોગપતિઓને મળશે લાભ

મોરબી : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમીટીમાં મેમ્બર તરીકે નિલેશભાઈ જેતપરિયાની નિમણૂક થઈ છે. જે બદલ તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ છે. નિલેશભાઈ એક્સપોર્ટ ક્ષેત્રે 21 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. જેનો લાભ હવે સમગ્ર ગુજરાતના એક્સપોર્ટ ધરાવતા ઉદ્યોગપતિઓને મળવાનો છે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા એક્સપોર્ટ માટે અત્યાર સુધીમા 50થી વધુ દેશોનો પ્રવાસ ખેડી ચુક્યા છે. તેઓ બે દસકાથી વધુનો એક્સપોર્ટ ક્ષેત્રે અનુભવ ધરાવે છે. જેથી તેઓની અનેક વેપારી સંગઠનોમાં મહત્વના પદો ઉપર નિમણુંક થયેલી છે. હાલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમીટીના ચેરમેન અનિલ જૈન દ્વારા તેમની આ કમિટીમાં મેમ્બર તરીકે નિલેશભાઈ જેતપરિયાની નિમણૂક કરવામાં આવી છે.

નિમણુંક અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને ભારત સરકારની એક્સપોર્ટ અંગેની જે પોલીસી છે. અને વિદેશોની વેપાર પોલિસી છે. તે બન્ને વચ્ચે તાલમેલ સાધી ઉદ્યોગકારોનું એક્સપોર્ટ વધે તે માટે જરૂરી સુધારાઓ લાવી કમિટી દ્વારા કાર્ય કરવામાં આવશે.