મોરબીના રીક્ષા ચાલકોએ જયંતીભાઈ જેરાજભાઈ પટેલને સ્વૈચ્છીક સમર્થન આપ્યું

રીક્ષા ચાલકોએ સમર્થન આપવાની સાથે કોંગ્રેસના પ્રચાર અર્થે રિક્ષાઓમાં સ્વૈચ્છીક રીતે બેનરો સહિતની પ્રચાર સામગ્રી લગાવી : કોંગ્રેસ આગેવાન 

મોરબી : ચૂંટણી સમયે દરેક પક્ષ કે અપક્ષનો ઉમ્મેદવાર મતદારો પાસે જઈને પોતાના સમર્થન માટે અપીલ કરતો હોય છે. ત્યારે મોરબીમાં રીક્ષાચાલકોએ કોંગ્રેસ પાર્ટીના ઉમ્મદવાર જયંતિલાલ પટેલને પોતાનું સ્વૈચ્છીક સમર્થન જાહેર કર્યું હોવાનું કોંગ્રેસના આગેવાને જણાવ્યું છે.

મોરબી શહેરમાં રીક્ષા વ્યવસાય સાથે સંકળાયેલા રીક્ષા ચાલકોએ કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલને પોતાનું સ્વૈચ્છીક સમર્થન જાહેર કરી શહેરની મોટાભાગની રિક્ષાઓમાં કોંગ્રેસ સમર્થનના પ્રચાર બેનરો સ્વૈચ્છિક લગાવ્યા હોવાનું કોંગ્રેસ આગેવાન રમેશભાઈ રબારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત રીક્ષા ચાલકોએ માત્ર પોતાનો જ નહીં પણ પોતાના પરિવારનો તેમજ સગા સ્નેહીઓના મત પણ કોંગ્રેસને અપાવવાની ખાત્રી ઉચ્ચારી હતી.

આ ઉપરાંત શુક્રવારે “વિજય કૂચ” અભિયાન હેઠળ મોરબી તાલુકાના ભડીયાદ રોડ સહિતના વિસ્તારોમાં મતદારો સમક્ષ જઈ કોંગ્રેસને વિજયી બનાવવા અપીલ કરી હતી.