માલધારી સમાજના વિવિધ સંગઠનોએ બ્રિજેશ મેરજાને સમર્થન આપવા વિશાળ બેઠકનું કર્યું આયોજન

- text


શ્રી વડવાળા યુવા સંગઠન, મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલ, મચ્છુ મિત્ર મંડળ અને ભરવાડ સમુહ લગ્ન સમિતી-મોરબી દ્વારા ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઈ મેરજાને આપ્યું સમર્થન 

મોરબી : પહેલી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીનું જાહેર પ્રચાર અભિયાન શાંત થાય એ પહેલાં મોરબી-માળીયા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીના પ્રચાર-પ્રસાર દ્વારા તમામ જ્ઞાતિ મંડળોનો સાથ અંકે કરી લેવા પૂરું જોર લગાવી દીધું છે ત્યારે શુક્રવારે મોરબીના સમસ્ત માલધારી સમાજે એક વિશાળ બેઠકનું આયોજન કરી મેરજાને સમર્થન આપવાની ખાત્રી ઉચ્ચારી હતી.

મોરબી સ્થિત શ્રી વડવાળા યુવા સંગઠન, મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલ, મચ્છુ મિત્ર મંડળ અને ભરવાડ સમુહ લગ્ન સમિતી-મોરબી દ્વારા મોરબી-માળીયા વિધાનસભા ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઈ મેરજાના સમર્થનમાં માલધારી સમાજની વિશાળ મિટીંગનુ આયોજન કર્યું હતું. આ બેઠકમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા,બ્રિજેશભાઈ મેરજા, લાખાભાઈ જારીયા, ગૌપાલક નિગમના પૂર્વ ચેરમેન ડૉ. સંજય દેસાઈ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને સફળ બનાવવા દિનેશભાઇ રબારી, મોતીભાઈ રબારી, ધારાભાઈ રબારી, સંજય રાતડીયા, હીરાભાઈ ટમારિયા સહિતના સમાજના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

આ ઉપરાંત આજના ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમ્યાન ભાજપના અગ્રણી નેતાઓએ રંગપર -વિરાટનગરની મુલાકાત લીધી હતી. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, દુર્લભજીભાઈ દેથરીયા, અશોકસિંહ ઝાલા, ડાહ્યાભાઈ પટેલ, રમણીકભાઇ રંગપરીયા સહિતના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text