શનિવારે સાંજે જુના ઘાટીલા ખાતે જ્યંતીલાલના સમર્થનમાં હાર્દિક પટેલની ખેડૂતસભાનું આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત ખેડૂતસભામાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ માટે મંગાશે જનસમર્થ

મોરબી : અખંડ ભારતના શિલ્પીકાર અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે મોરબી માળીયા વિધાનસભાના ઉમેદવાર જયંતીલાલ પટેલના સમર્થનમાં યુવા નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ વિશાળ જનસભાને સંબોધન કરશે. ખેડૂતોના અધિકાર અને સમ્માન માટે આયોજિત કરવામાં આવેલી આ જનસભામાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલ માટે જનસમર્થન મેળવવામાં આવશે.

માળીયા મી. વિસ્તારમાં ખાસ કરીને ખેતીલક્ષી વ્યવસાય વધુ હોય કોંગ્રેસ પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્તે ખેડૂત મતદારોને આકર્ષવા હાર્દિક પટેલની સભાનું આયોજન ગોઠવ્યું છે. મોટા પ્રમાણમાં મતદારો ઉપસ્થિત રહે એ માટે આ ખેડૂતસભાનો વ્યવસ્થિત પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે જુના ઘાટીલામાં વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉમટી પડશે. હાર્દિક પટેલના મુખ્ય વક્તાપદે આયોજિત થનારી આ સભાને લઈને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હોવાનું સ્થાનીય કોંગી નેતાએ જણાવ્યું હતું.