હવે તાઇવાને પણ સીરામીક ટાઇલ્સ પર એન્ટીડમ્પિંગ ડ્યુટી નાખવાની તૈયારી શરૂ કરી

- text


ભારત સહિત 4 દેશોની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી લાદવાનો તાઇવાનો નિર્ણય

મોરબી : સીરામીક ક્ષેત્રે વિશ્વમાં બીજા નંબરે આવતા મોરબીના સીરામીક ઉદ્યોગને વધુ એક ફટકો પડયો છે. કારણકે તાઇવાને હાલમાં જ ભારતના માલ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી નાંખવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. મોરબીમાંથી મોટા પ્રમાણમાં સિરામિકનો માલ તાઇવાનમાં નિકાસ કરાતો હોય સિરામિક ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

તાઇવાન સીરામીકનો મોટો આયાતકાર દેશ છે. ખૂબ મોટા પાયે તાઇવાનમાં સિરામિક પ્રોડક્ટ્સની આયાત કરવામાં આવે છે. ખાસ કરીને વિટ્રીફાઈડ ટાઇલ્સ મોરબીથી ખૂબ મોટા પ્રમાણમાં તાઇવાનમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા જણાવે છે કે હાલમાં જ તાઇવાને વિશ્વના 4 દેશોમાંથી આયાત થતી ટાઇલ્સ પર એન્ટીડમ્પિંગ ડ્યુટી નાંખવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વિયેટનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને ભારતનો સમાવેશ થાય છે.

- text

આ પ્રક્રિયાના ભાગ હેઠળ કોના પર એન્ટીડમ્પિંગ ડ્યુટી નાખવી એ ચકાસવા આવનારા દિવસોમાં તાઇવાનનું એક પ્રતિનિધિ મંડળ મોરબીની મુલાકાતે આવનાર છે. અહીં એક્સપોર્ટ કરતા યુનિટોની મુલાકાત લઈ ક્યાં ક્યાં યુનિટો માલ ડમ્પ કરે છે તેની આંકડાકીય વિગતોની જાણકારી મેળવશે. ઉલ્લેખનીય છે કે મોરબીમાંથી દર મહિને આશરે 400થી 500 કન્ટેનર સીરામીક પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ થાય છે. જે પૈકી તાઇવાનમાં પણ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થતું હોવાનું જાણવા મળે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text