હળવદ માર્કેટિંગ યાર્ડનું ઉદ્ઘાટન કેશુબાપાના હસ્તે કરાયું હતું..

- text


પૂર્વ મંત્રી કવાડિયાએ અને હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂત નેતા પૂર્વ મુખ્યમંત્રી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી

હળવદ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની જૈફ વયે નિધન થયું છે તમે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા જેને કારણે રાજકારણમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે ત્યારે આજે રાજ્યના પૂર્વ મંત્રી કવાડિયા અને હળવદ માર્કેટ યાર્ડ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપ અગ્રણી કેશુ બાપા નું ગઈકાલે નિધન થયું હતું ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા અને હળવદ માર્કેટ યાર્ડ દ્વારા બાપા ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

વધુમાં આજે ઝાલાવાડ અને મચ્છુકાંઠા માં પ્રથમ હરોળના ગણાતા હળવદ માર્કેટ યાર્ડ નું વર્ષ ૨૦૦૦ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી કેશુ બાપા ના હસ્તે બજાર સમિતિ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો બસ ત્યારથી ઉત્તરોઉત્તર હળવદ માર્કેટ યાર્ડ પ્રગતિ ના શિખરો સર કરી રહ્યું છે અને હંમેશા ખેડૂતોના હિતમાં જ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કેશુ બાપા ના હસ્તે બજાર સમિતિ નું ઉદઘાટન કરાયું હતું તે હળવદ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને અકસ્માત વીમો વગર પ્રીમિયમે ચૂકવવામાં આવે છે,સાથેજ વિદ્યાર્થીઓને મેડિકલના સ્કોલરશીપ આપવામાં આવે છે તેમજ એમ્બ્યુલન્સની સુવિધા ૨૪ કલાક આપવામાં આવી રહી છે તેથી કહી શકાય કે હળવદ માર્કેટ યાર્ડ ખરા અર્થમાં ખેડૂતના હિતમાં કાર્ય કરી રહ્યું છે

બાપા હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહેતા : રણછોડભાઈ પટેલ

હળવદ માર્કેટ યાર્ડ ના ચેરમેન રણછોડભાઈ પટેલ યાર્ડ દ્વારા આજે માર્કેટ યાર્ડ માં દસ મિનિટ હરાજી બંધ રાખી બે મિનિટ મૌન પાડી બાપા ને શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે બાપા હંમેશા નાના વર્ગો અને ખેડૂતોના પડખે ઊભા રહ્યા છે તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધા હતા

બાપાના સ્વપ્નને ખરેખર હળવદ માર્કેટ યાર્ડ દ્વારા સાકાર કર્યું છે : પૂર્વ મંત્રી કવાડિયા

- text

રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા એ કેશુ બાપા ને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે બાપા હંમેશા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇ ચિંતિત રહેતા અને ખેડૂતોના ભલા માટે હંમેશા પ્રયત્નશીલ પણ રહેતા હતા હળવદ માર્કેટ યાર્ડ ની બજાર સમિતિ નું ઉદઘાટન પણ આજથી બે દાયકા પહેલા બાપા ના હાથે જ કરવામાં આવ્યું હતું અને તે સમયે બાપા એ જે વિચારો વ્યક્ત કર્યા હતા તે ખરા અર્થમાં હળવદ માર્કેટ યાર્ડ દ્વારા સાર્થક કરવામાં આવ્યા છે.

- text