મોરબી : DyCMની શુભેચ્છા મુલાકાત લઈ પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોની રજુઆત કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નો ઉકેલવા અંગે નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

મોરબી : મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ DyCM નીતિનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ પ્રાથમિક શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોની રજુઆત કરી હતી. જે સમસ્યાઓ નીચે મુજબ છે.

(1) શિક્ષકોના મેડિકલ સારવારના બિલો મંજુર થવામાં ખુબજ સમય લાગતો હોય, શિક્ષકોને ઝડપથી મેડિકલ સારવારના બિલો મંજુર થાય એવી વ્યવસ્થા ગોઠવવી,
(2) શિક્ષકોના તમાંમ પ્રકારના બદલી કેમ્પ યોજી, શિક્ષકોની ભરતી કરી ઘણા સમયથી બદલી થયેલા શિક્ષકો મહેકમના અભાવે છુટા ન થયા હોય છુટા કરવામાં બાબત
(૩)૪૨૦૦ ગ્રેડ પે બાબતનો નીતિવિષયક નિર્ણય તાત્કાલિક કરી શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે મુજબ ઉ.પ.ધો.અપાવવા બાબત
(૪)હાલ SAS પોર્ટલમાં પગાર બિલ,માસિક પત્રક,અન્ય માહિતી અપલોડ થતી હોય ઉ.પ.ધો. મંજૂરી માટેની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવે તો જ ઉ.પ.ધો.ની કામગીરી ઝડપથી કરવા અંગે
(૫)HTAT આચાર્યશ્રીઓના આર. આર. ઝડપથી બનાવવામાં આવે અને વધ ઘટ બદલી કેમ્પમાં સંખ્યાના આધારે થયેલ અન્યાય દૂર કરવામાં આવે તેમજ HTAT ભરતીમાં જેમને અસંમતિ આપેલ છે એવા HTAT પાસ શિક્ષકોના ઉ.પ.ધો.મંજુર નથી થતા એ કવેરી દૂર કરાવવા બાબત
(૬) તાલુકા જિલ્લાની શિક્ષણ શાખાઓમાં કારકુનની જગ્યાઓ ભરી,તાલુકા જિલ્લાની શિક્ષણ શાખાઓમાં કામ કરતા શિક્ષકોને મુક્ત કરવામાં અંગે
(૭)નવરચિત મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ મોરબી જિલ્લામાં જ ખોલવા માટે યોગ્ય કાર્યવાહી કરવા અંગે,
(૮)સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમકે જી.પી.એસ.સી. કેળવણી નિરીક્ષક,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની પરીક્ષાઓમાં લાયકાત ધરાવતા શિક્ષકોને પરીક્ષામાં બેસવા માટે છૂટ આપવા બાબત.
(૯)વિદ્યાસહાયકોએ ભોગવેલ SPL (ખાસ રજા)તેમજ વિદ્યા સહાયક બહેનોએ ભોગવેલ પ્રસુતિ સબબની રજાઓને કપાત પગારની ગણ્યા વગર ઉ.પ.ધો. મંજુર કરવા અંગે,વગેરે પ્રશ્નો ઉકેલવા અંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના આગેવાનો એ શુભેચ્છા મુલાકાત લઈ ભારતમાતાનો ફોટો અને નહેરુ ગેઇટની પ્રતિકૃતિ અર્પણ કરી પ્રશ્નો અંગે આવેદન અર્પણ કર્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate