માળીયા (મીં.)માં દેશી દારૂ બનવાનો આથો અને તૈયાર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


માળીયા (મી.) : માળીયા (મીં.)માં દેશી દારૂ બનવાનો આથો અને તૈયાર દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં એક શખ્સ સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 25ના રોજ માળીયા (મીં.)માં રહેતા સીરાજ હનીફભાઇ મોવરએ નવા રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તે ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાના દારુ બનાવાનો ઠંડો આથો લીટર 800 (કિ.રૂ. 1600) તથા દેશી દારૂ લી. 25 (કિ.રૂ. 500) મળી કુલ રૂ. 2100નો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસની રેઇડ દરમિયાન આરોપી સિરાજ હાજર નહિ હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text