થોરાળા ગામે વ્હીસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામે વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 25ના રોજ થોરાળા ગામે આરોપી કાનજીભાઇ માધાભાઇ રાઠોડ (ઉ.વ. 27)ના રહેણાંક મકાન સામે વાડામાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ વ્હીસ્કીની બોટલો નંગ 9 (કિ.રૂ. 3375)નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો કબ્જે કરી છે. તેમજ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text