મોરબી : ટ્રેન હડફેટે આવી જતા આધેડનું મોત

મોરબી : મોરબીમાં ફાટક નં. 28 પાસે ટ્રેન હડફેટે આવી જતા એક આધેડનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 25ના રોજ સવારે 10-20 વાગ્યાના અરસામાં મોરબીમાં જુની પોસ્ટ ઓફીસ રોડ પર ફાટક નં. 28 પાસે રાજેસગર દપાલગર ગોસ્વામી (ઉ.વ. ૫૭, રહે. જુના રેલ્વે કોલોની, ધક્કાવાળી મેલડીમાંના મંદીર પાસે, મોરબી) અગમ્ય કારણોસર ટ્રેન વચ્ચે આવી જતા તેમનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate