વાંકાનેરના જુના ગારીયા ગામે ટાંકામાંથી પાણી છોડવા મામલે યુવાન પર હુમલો

એક શખ્સે કુહાડીથી પાણીની પાઇપલાઇન તોડી નાખી પબ્લીક પ્રોપર્ટીને નુકશાન કરીને છરી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના જુના ગારીયા ગામે પાણીના ટાંકામાંથી પાણી છોડવા મામલે યુવાન પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સે કુહાડીથી પાણીની પાઇપલાઇન તોડી નાખી પબ્લીક પ્રોપર્ટીને નુકશાન કરીને છરી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના જુના ગારીયા ગામે રહેતા રસીકભાઇ નટુભાઇ વાળા (ઉ.વ. ૪૦) એ આરોપી શીવભદ્રસિંહ સાવજુભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૨ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાંકાનેરના જુના ગારીયા પાણીના ટાંકા પાસે આરોપીએ ફરીયાદી સાથે પાણી છોડવા બાબતે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદીને ગાળો આપી કુહાડીથી પાણીની પાઇપલાઇન તોડી નાખી, પબ્લીક પ્રોપર્ટીને નુકશાન કરી સાહેદ યુવરાજસિંહ ઝઘડો નહી કરવા વચ્ચે પડતા આરોપીને સારુ નહી લાગતા પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને મારવા જતા સાહેદ વચ્ચે પડતા સાહેદ યુવરાજસિંહને જમણા હાથના કાંડા પાસે ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે આરોપી સામે મારમારી તથા ધી પ્રીવેન્શન ઓફ ડેમેજ ઓફ પબ્લીક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate