રંગપર-બેલા નજીક અકસ્માતમાં બે યુવકોના મોતની ઘટનામાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : મોરબીના જેતપર રોડ પર રંગપર-બેલા પાસે શુક્રવારે મોડી સાંજે એક ડમ્પર ચાલકે એક બાઈક સવાર બે યુવાનોને હડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ બનાવમાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ પર રંગપર ગામે આવેલ મહાદેવ હોટલથી આગળ શુક્રવારે સાંજે જીજે 1 એટી 6891 નંબરનું બાઈક લઈ બે યુવાનો ડબલ સવાર બાઈક પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે આવેલા જીજે 36 ટી 6038 નમ્બરના ડમ્પર ચાલકે ડબલ સવાર બાઈકને હડફેટે લેતા બાઈક સવાર મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચાડો કી ધાગી ગામના અર્જુનરામ આસુરામ અને વિપુલ કુમાર વનારામ નામના બન્ને યુવાનોને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ અને તાલુકા પોલીસની ટીમ પણ દોડી જઈ મૃતકના સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં તેમજ ટ્રાફિક ક્લિયર કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text