પીપળીયા ચાર રસ્તા પર કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

મોરબી : આજે શનિવારથી બરાબર 11માં દિવસે એટલે કે 3 નવેમ્બરના રોજ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું પીપળીયા ચાર રસ્તા પાસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સનું પાલન કરતા આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો માસ્ક અને સામાજિક અંતર જાળવીને ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના અગ્રીમ પંક્તિના નેતાઓ મનોજ પનારા , લલીત કગથરા, મહાદેવભાઇ પટેલ, રમેશભાઈ ફુલતરીયા અને માળિયા મીયાણા તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજર રહી હવે બાકી બચેલા પ્રચારના દિવસો દરમ્યાન કોંગ્રેસ તરફી મતદાન માટે લાગી જવા સંકલ્પ લીધા હતા. જીતશે જયંતિલાલના નારાને બુલંદ બનાવી માળીયા તેમજ મોરબી વિધાનસભા મતક્ષેત્રમાં સમાયોજન સાધવામાં આ કાર્યાલય મહત્વપૂર્ણ સાબિત થશે એમ લલિત કગથરા તથા મનોજ પનારાએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate