નવી શીરોઇ ગામે વ્યવહારીક કામ બાબતે ઝગડો થતા છરીથી હુમલો

- text


હળવદ : હળવદ તાલુકાના નવી શીરોઇ ગામે વ્યવહારીક કામ બાબતે ઝગડો થતા એક શખ્સ પર છરીથી હુમલો છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

શીરોઇ ગામે ખેતીનો વ્યવસાય કરતા હિતેશભાઇ કાળુભાઇ પંચાસરાએ તે જ ગામમાં રહેતા ચંદુભાઇ ગાડુભાઇ, મનસુખભાઇ ભીખાભાઇ તથા નવઘણભાઇ ગાંડુભાઇ સામે ફરિયાદ લખાવી છે કે આરોપીઓને ફરીયાદી તથા તેની સાથેના લોકો સાથે વ્યવહારીક કામ બાબતે મનદુ:ખ ચાલતુ હતું. જેનો ખાર રાખી ગત તા. 19ના રોજ આરોપીઓએ ફરીયાદીને તથા અન્ય લોકોને ગાળો આપી ફરીયાદીની માતા લીલાબેનને લાકડાના ધોકાથી કપાળના ઉપરના ભાગે મારી મુઢ ઇજા કરી હતી. તેમજ ફરીયાદીને આરોપી ચંદુભાઇ ગાડુંભાઇએ છરીથી ડાબા હાથની હથેળીમાં મારી સામાન્ય ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં ફરિયાદના આધારે પોલીસ આ બનાવની વધુ તપાસ કરી રહી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text