મોરબીના નાયબ મામલતદાર બી.એન.કંઝારિયાને મામલતદારના પ્રમોશન સાથે ધ્રોલ મુકાયા

 

મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે 39 નાયબ મામલતદારોના મામલતદાર તરીકે બઢતીની સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના નાયબ મામલતદાર બી.એન. કંઝારિયાને ધ્રોલ મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર એન. પી. શુક્લને ટંકારા મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.