ટેકાના ભાવે મગફળી ખરીદી પાછળ ઠેલવાઈ : હવે 26મીથી શરૂ થશે ખરીદી

 

આવતીકાલથી શરૂ થનાર ખરીદીની પ્રક્રિયા વરસાદને પગલે મોકૂફ રાખવાનો નિર્ણય

મોરબી : સરકાર દ્વારા આવતીકાલે બુધવારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર હતી. જે હાલ મોકૂફ રાખીને તા.26થી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે આવતીકાલે તા.21ને બુધવારથી એપીએમસી ખાતે ખરીદી શરૂ કરવામાં આવનાર હતી. પણ ઓચિંતા પડેલા વરસાદને કારણે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમે મગફળીની ખરીદી પાછળ ઠેલવી છે. હવે તા.26થી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તા. 21થી 23 સુધીના ખેડૂતોને તેમના ક્રમ મુજબ એસએમએસથી જાણ કરી બોલાવવામાં આવ્યા હતા. હવે તંત્ર દ્વારા આ ખેડૂતોને એસએમએસ તથા કોલ કરીને ખરીદીની નવી તારીખની જાણ કરવામાં આવી રહી છે.