મોરબીમાં યુવક લાપતા, પત્નીએ ગુમશૂદાની ફરિયાદ નોંધાવી

મોરબી: સકીનાબેન મહમદહુશેન વાંકાનેરવાલા (મો.84694 95253)ના પતિ મહમદહુશેન વાંકાનેરવાલા તા. ૧૫/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૯ વાગ્યે ઘરેથી કામના હેતુથી નીકળેલ પરંતુ હજુ ઘરે ન પહોંચતા ગુમશુદાની ફરિયાદ નોંધાવી હતી. જેઓ શંઘવી શેરી,દરબારગઢ પાસે,મોરબી રહે છે. સકીનાબેનના ફેમેલીમાં તેમના પતિ સાથે રહેતા હતા.તેમના કુટુંબના અન્ય સભ્યોમાં તેમનો પુત્ર અબ્દુલ જે હાલે દુબઈ નોકરી કરે છે અને તેમની પુત્રી ફતેમા છે જે હાલ કુતિયાણા સાસરે છે.

સકીનાબેનના પતિ મહમદહુશેન વાંકાનેરવાલા તેઓના મો. 73834 55822 છે. તેમાનો આ નંબરવાળો ફોન ઘણા દિવસથી બંધ હતો તેમણે અન્ય એક મોબાઈલ સેકન્ડ હેન્ડ ખરીદેલ હતો અને તેમાં સિમ કાર્ડ નંખાવા તથા સસ્તા અનાજની દુકાનનું કામ કહીને ઘરેથી તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ સવારે ૯ વાગ્યાના અરસામાં નિકળેલ છે પરંતુ હજુ સુધી ઘરે પરત આવેલ નથી.તેઓ ઘરેથી નીકળ્યા બાદ ઘણો સમય થવા છતાં ઘરે પરત ન આવતા અમારા સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરેલ પણ ન મળતા અથવા સંપર્ક ન થતા ગુમશુદાની ફરિયાદ નોંધાવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate