મોરબી : શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા માસ્ક તથા સેનીટાઈઝરનું રાહતદારે વિતરણ કરાશે

મોરબી: કોરોના સંક્રમણ સામે લડવા અને આપણાથી કોઈને કોઈને કે પછી કોઈનાથી આપણને કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે શ્રી માનવ સેવા એજ પ્રભુ સંસ્થાન મોરબી દ્વારા વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટના સહયોગથી માસ્ક તથા સેનીટાઈઝર રાહતદરે વિતરણ કરવામાં આવશે.

જેમાં આવતીકાલે તા.૧૮-૧૦-૨૦૨૦ને રવિવારના સમય સવારે ૯:૩૦ કલાકથી સાંજ સુધી મોરબીના નવા સ્ટેન્ડ પાસે આવેલ ગુજરાત હાઉસીંગ સોસાયટીના નાકાં પર પંચમુખી હનુમાન પાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. તથા વધુ માહિતી માટે મો.૯૭૨૬૫૦૧૮૧૦ પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate