મોરબી : હવે ચૂંટણીલક્ષી ફરિયાદ ટ્વીટરના માધ્યમથી પણ કરી શકાશે

- text


નાગરિકોએ ચૂંટણીલક્ષી ફરિયાદ DY DEO-MORB નામના ટ્વીટર એકાઉન્ટ ઉપર કરવાની રહેશે

 

મોરબી : ચૂંટણીપંચે સોશ્યિલ મીડિયા મારફત આચાર સંહિતા ભંગની ફરિયાદો સાંભળવા માટે Twitter જેવી સોશ્યિલ મીડિયાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનાથી કોઈપણ નાગરિક દ્વારા આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકશે.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો Twitter Application દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી મોરબીને ફરીયાદ મોકલી શકે છે. જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો Twitter મોબાઇલ એપ્લીકેશનથી ફરિયાદ કરી શકે તે માટે DY DEO-MORBI Twitter Account પર Massage Twit કરી આદર્શ આચાર સંહિતા અંગેની ફરિયાદ કરી શકે છે. જેથી તાત્કાલિક ફરિયાદનો નિકાલ થઇ શકે.

Twitter મોબાઇલ એપ્લીકેશન દ્વારા ચૂંટણીલક્ષી ફરિયાદો દાખલ કરવાની આ સુવિધાનો લાભ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ અને મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે.બી. પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text