સોસાયટી, ફ્લેટમાં નવરાત્રીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં : રાજ્ય સરકાર

- text


જાહેર સ્થળોના કાર્યક્રમ માટે મંજૂરી ફરજીયાત

મોરબી : આવતીકાલ તા. 17થી માતા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ શેરી-ગરબા સહીત કોઈપણ પ્રકારના ગરબાના આયોજન પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ નવરાત્રી દરમિયાન માતાની પૂજા-આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો માટે 200 લોકોની મર્યાદામાં કાર્યક્રમોની છૂટ આપવામાં આવી છે.

આ કાર્યક્રમો માટે સરકારે અગાઉ PIની મંજરી લેવાનો આદેશ આપ્યો હતો. જેને લઈને હમણાં રાજ્ય સરકારે ફેરફાર કરી નવો નિર્ણય જાહેર કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ. તેમજ નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી – પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમો દરમિયાન લોકોએ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું સહિતની તમામ નવરાત્રીની ઉજવણીને લઈને જાહેર કરાયેલ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત રહેશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text