ટીંબડી નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા મહિલાનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી ખંડિત થયું હતું. આ અસ્માતમાં પત્નીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની મળતી વિગત મુજબ મોરબીના અમરાપર ગામના રહેવાસી રવાભાઈ નાનજીભાઈ ડાભી અને તેમના પત્ની જયાબેન બાઈક પર જતા હતા. ત્યારે ટીંબડી ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે વખતે તેઓના બાઇકને ટ્રકચાલકે હડફેટે લીધુ હતુ. આથી, ઘટનાસ્થળે જયાબેનનું મોત નીપજ્યું હતું. તેમજ મૃતકના પતિ રવાભાઈને સામાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ કરી રહી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text