મોરબીના યમુનાનગરમાંથી દેશી તમંચા સાથે એકની અટકાયત

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી. દ્વારા મોરબીની યમુનાનગર સોસાયટીમાંથી ગેરકાયદેસર હથીયાર દેશી તમંચા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.

ગત તા. 15ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ મોરબીમાં બી ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન સ્ટાફને મળેલ ખાનગી હકિકત આધારે મોરબીના વીસીપરામાં આવેલ યમુનાનગર સોસાયટીમાં આરોપી સાજીદ ઉર્ફે સાજલો સાઉદીનભાઇ ઝેડા (ઉ.વ. 21, રહે. યમુનાનગર, મુળ ગામ નવાગામ તા. માળીયા)ને ગે.કા. દેશી બનાવટની 12-બોર તમંચો નંગ-1 (કી.રૂ. 5000) સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text