વાંકાનેરમાં ઢુવા ચોકડી નજીક મોબાઈલ, વાહન ચોરી અને લૂંટ કરતી ત્રિપુટી પૈકી બે ઝડપાયા

- text


અન્ય એક આરોપીને પકડવા તજવીજ, પોલીસે ચોરાઉ મોબાઈલ અને બાઈક કબ્જે કર્યા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ચોકી વિસ્તારમાં મોબાઇલ અને વાહન ચોરી તથા લુંટ કરતી ત્રિપુટી પૈકી બે ઇસમોને ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડી વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશનના વાહન ચોરી તથા લુંટની કોશીષના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

ગત તા. 15ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હોય, ત્યારે પેટ્રોલીંગ દરમ્યાન ઢુવા ચોકડી પાસેથી બે ઇસમોને બીલ કે આધાર વગરના મોબાઇલ નંગ 6 (કી.રૂ. 29,000)ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મુદામાલ કબજે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.

આ ઉપરાંત, પોલીસે આરોપીઓની વધુ પુછપરછ કરતા બન્ને આરોપીઓ અજયભાઇ માનસીંગભાઇ ભોજવીયા (રહે. જવાહરનગર) અને કીશનભાઇ બાબુભાઇ સીંધવ (રહે. નવલખી બાયપાસ)એ કબુલાત આપેલ છે કે થોડા દિવસો પહેલા વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે આવેલ શોપીંગ પાસેથી એક મોટર સાયકલ તેના મિત્ર રોહિત સવજીભાઇ કાનાણી (રહે. ધ્રોલ, જી. જામનગરવાળા સાથે મળી ચોરી કરેલ હતું અને આ ચોરીનુ મો.સા. GJ-36-J-1874 લઇ આ ત્રણેય ઇસમોએ જુના ઢુવા પાસે એક વ્યકિતને માર મારી લુંટવાનો પ્રયાસ કરેલ હતો. હાલમાં પોલીસ દ્વારા આરોપી રોહિતને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text