મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્મશાનના કર્મીઓને સન્માનપત્ર અર્પણ કરાયા

- text


મોરબી : ઓક્ટોબર અને નવેમ્બર-2020 માં આવતા તહેવારો દરમિયાન મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય શાખા, મોરબી તથા સમગ્ર વહીવટી તંત્ર દ્વારા આઈ.ઈ.સી. પ્રવૃતિઓ સઘન રીતે હાથ ધરેલ છે. જેમાં લોકોમાં કોરોનાથી બચવા જન-જાગૃતિ કરવામાં આવશે, જેમ કે જાહેર સ્થળે દીવાલો પર કોરોના અંગે સાવચેતી રાખવાના સંદેશ ચિત્રિત કરવા, પોસ્ટર લગાવવા, બેનર લગાવવા, ગામ તથા શહેરમાં ભીડભાડ ન કરતા વ્યકિત-વ્યકિત વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું, માસ્ક પહેરવા બાબત તથા વારંવાર સાબુથી હાથ ધોવા બાબતે સમજણ તેમજ માઇક સહીત પ્રચાર-પ્રસારના માધ્યમોથી સઘન પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

આ ઉપરાંત, ગઈકાલે તા. 15મી ઓક્ટોબરના “ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે” નિમિતે મોરબી માટે કોવીડ-19 અન્વયે માન્ય કરેલ સ્મશાન ગૃહમાં કોરોનાના મુશ્કેલ સમયમાં પણ સ્મશાનગૃહને લગતી કામગીરીમાં ખુબ જ ખંત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી, આ મહા સેવાયજ્ઞમાં સેવા આપેલ તેવા લોકોને સન્માનપત્ર આપી શાલ ઓઢાળી જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી ખાતે સન્માન કરવામાં આવેલ હતું. ઉપરાંત જીલ્લાની જુદી-જુદી કચેરીઓમાં કોરોના જન જાગૃતિ બાબતે શપથ લેવામાં આવેલ અને ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને હાથ ધોવા અંગેના વિવિધ સ્ટેપ બાબતે માહિતગાર કરવામાં આવેલ હતા. તેમ મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા પંચાયત અધિકારીએ યાદીમાં જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text